દેશ-વિદેશ
News of Wednesday, 27th January 2021

રશિયાએ ભારત સહીત ચાર અન્ય દેશો પર યાત્રા પર હટાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: વૈશ્વિક કોરોના મહામારીને કારણે દુનિયાભરના દેશો લોકડાઉન લાગૂ કરવા મજબૂર થયા હતા. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં માટે દેશની સરકારો બનતા તમામ પ્રયત્નો અને તેના અમલ માટે પ્રતિબંધો લાદ્યા હતા. જોકે હવે દેશોની સરકારો ધીમે ધીમે પ્રતિબંધો હટાવી લેવાના નિર્ણયો પર કાર્યરત છે. જે હેઠળ ભારતના મિત્ર દેશ રશિયાએ પણ ભારત સહિત ચાર દેશોના નાગરિકો પર લગાવેલા યાત્રા પ્રતિબંધોને હટાલી લીધાની જાહેરાત કરી હતી.

    રશિયન દૂતાવાસે આ મુદ્દે ટ્વીટ કરી હતી કે, ભારત, ફિનલૈન્ડ, વિયતનામ અને કતરના નાગરિકો પર રશિયામાં પ્રવેશ પર કોરોના મહામારીને લીધે લાદેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવે છે. રશિયન સરકારે દ્વારા જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, આ ચાર દેશોના નાગરિકો હવાઇ ચેકપોઇન્ટ દ્વારા રશિયામાં પ્રવેશ મેળવી શકશે અને રશિયાના લોકો પણ આ ચાર દેશોમાં હવાઇ યાત્રા કરી શકશે.

(5:46 pm IST)