દેશ-વિદેશ
News of Thursday, 26th November 2020

ન્યૂઝીલેન્ડના ચાથામ ટાપુ પર એક સાથે 100 માછલી બહાર આવી જતા મૃત્યુ

નવી દિલ્હી: ન્યુઝિલેન્ડ (New Zealand) ના પૂર્વ કાંઠાની સામે લગભગ 800 કિલોમીટરના અંતરે આવેલા દૂરના ચાથામ ટાપુઓ પર, સામૂહિકપણે જમીન પર આવી જતાં લગભગ 100 પાઈલોટ વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફિનના મોત થયા છે. બધી માછલીઓ ગત રવિવારે જમીન પર આવી ગઈ હતી. પરંતુ ટાપુ દૂર અંતરે આવ્યો હોવાથી બચાવવાની કામગીરીમાં વિઘ્ન સર્જાયા હતા. દરિયો તોફાને ચઢ્યો હોવાથી માછલીઓની સ્થિતિ વધુ પીડાકારક બની હતી.

        દેશના ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝર્વેશને કહ્યું કે જમીન પર આવી જવાથી કુલ 97 પાઈલોટ વ્હેલ જ્યારે ત્રણ ડોલ્ફિન માછલીઓના મોત થયા છે. આ બનાવની જાણકારી વિભાગીય અધિકારીઓને રવિવારે થઈ હતી. આ તબક્કે ફક્ત 26 વ્હેલ જ હયાત છે, એમ ડીઓસી બાયોડાઈવર્સિટી રેન્જર જેમ્પા વેલ્ચે કહ્યું કે જળરાશિમાં આ જ રીતે શ્વેત શાર્ક માછીલોને છોડાઈ હોવાથી વ્હેલ માછલીઓની મુશ્કેલી ચોક્કસપણે વધી હતી.

(6:14 pm IST)