દેશ-વિદેશ
News of Tuesday, 26th January 2021

સ્પેસ એક્સે એક જ રોકેટમાંથી 143 ઉપગ્રહ લોંચ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: એલોન મસ્કની અંતરિક્ષ એજન્સી સ્પેસ એક્સ ગત રાત્રીએ એક રોકેટમાંથી એક ૧૪૩ ઉપગ્રહો લોંચ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે ફેબ્રુઆરી ૨૦૧૭ માં એક રોકેટમાંથી ૧૦૪ ઉપગ્રહો લોંચ કરવાના ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોનાં રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

  ગત રાત્રીએ લોંચ કરવામાં આવેલ ૧૪૩ ઉપગ્રહોમાં વ્યાવસાયિક અને સરકારી ક્યુબસેટ્‌સ, માઇક્રોસેટ્‌અને દસ સ્ટારલિંક ઉપગ્રહોનો સમાવેશ છે. ઉપગ્રહોનાં લોકાર્પણ સાથે, સ્પેસ એક્સે ૨૦૨૧ સુધીમાં વિશ્વભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનું લક્ષ્‍નક્કી કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્પેસ એક્સ ધ્રુવીય ભ્રમણકક્ષામાં સેટેલાઇટ લોન્ચિંગ માટે બહુ ઓછો ચાર્જ લીધો છે. તેણે દરેક સેટેલાઇટ માટે પ્રતિ કિલોગ્રામ ૧૫ હજાર ડોલર લીધા છે.

(5:05 pm IST)