દેશ-વિદેશ
News of Tuesday, 26th January 2021

સ્વિટ્ઝર્લેન્ડમાં નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી

નવી દિલ્હી: સ્વિટ્‌ઝર્લેન્ડમાં હાથ ધરવામાં આવેલા એક જનમતમાં બહુમતી નાગરિકોએ બુરખા, હિજાબ, નકાબ સહિત કોઈ પણ વસ્ત્ર વડે ચહેરો ઢાંકવાની પ્રથા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. વર્ષની ૭મી માર્ચે દેશમાં મુદ્દે સત્તાવાર રીતે જનમત યોજાવાનો છે. પૂર્વે ટેમીડિયા નામની એક એજન્સીએ હાથ ધરેલા જનમતમાં ૬૩ ટકા લોકોએ કહ્યું કે જાહેરમાં કોઈ પણ વ્યક્તિને એનો ચહેરો ઢાંકવાની પરવાનગી આપવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતસહિત દુનિયાભરમાં ઘણી મુસ્લિમ મહિલાઓ ધાર્મિક પ્રથા અનુસાર એમનો ચહેરો બુરખો કે હિજાબ વડે આખો કે અડધો ઢાંકે છે.

પરંતુ સ્વિટ્‌ઝર્લેન્ડનાં ન્યાય ખાતાનાં મહિલા પ્રધાન કેરીન કેલર-સટર બુરખા પ્રતિબંધની વિરુદ્ધમાં છે. એમણે કહ્યું છે કે દેશવ્યાપી પ્રતિબંધની જરૂર નથી, કારણ કે સ્વિટ્‌ઝર્લેન્ડમાં મહિલાઓ એમનો ચહેરો ઢાંકીને ફરતી હોય એવું ભાગ્યે જાેવા મળે છે. દેશમાં આવા બુરખા કે હિજાબ પહેરેલી જે સ્ત્રીઓ જાેવા મળે છે તે મોટે ભાગે વિદેશી પર્યટકો હોય છે.

(5:04 pm IST)