દેશ-વિદેશ
News of Wednesday, 25th November 2020

ગઝબ થઇ ગયું......આ દેશમાં લગ્ન પછી છોકરીઓને નહીં બદલવી પડે પોતાની સરનેમ

નવી દિલ્હી: મોટાભાગના દેશોમાં હાલમાં એવો કાયદો છે કે પતિ અને પત્નીની સરનેમ યાને અટક એક સરખી હોવી જરૂરી છે. જો લગ્ન પહેલાં બનેંની જુદી જુદી અટક હોય તો લગ્ન પછી એક જ સરનેમ પસંદ કરવી પડે છે. પરંતુ હવે સ્થિતિ બદલાવાની છે. જાપાનના પ્રધાનમંત્રી યોશિંદે સુગાએ દેશના લોકોને આશ્વાસન આપ્યુ છે કે આ નિયમમાં બદલાવ માટે પોતે સમર્પિત છે. જાપાનમાં 70 ટકા લોકોનું માનવું છે કે પત્નીની અટક અલગ હોય તો તેમને કોઇ ફરક પડતો નથી. જો કે 14 ટકા એવા લોકો પણ છે જે માને છે ના ના, પત્નીની અટક તો પતિની જે હોય તે જ હોવી જોઇએ.

           પતિ અને પત્ની દ્રારા એક જ સરનેમ રાખવાના નિયંત્રણને કારણે મોટાભાગે મહિલાઓએ જ સરનેમ બદલવી પડતી હોય છે. એટલે આ કાયદાને મહિલા વિરોધી પણ કહેવામાં આવે છે. મહિલાઓ વિરુધ્ધ હિંસા ખતમ કરવા માટે બનાવાયેલી સંયુકત રાષ્ટ્ર સમિતિએ પણ જાપાનને સરનેમના કાયદામાં બદલાવ લાવવાની ભલામણ કરી હતી.

(5:41 pm IST)