દેશ-વિદેશ
News of Wednesday, 25th November 2020

પાકિસ્તાનમાં બની રહ્યો છે નવો કાયદો: રેપના આરોપીને બનાવવામાં આવશે નપુંસક

નવી દિલ્હી: બળાત્કારના આરોપી તરીકે પુરવાર થનાર વ્યક્તિને સર્જરી અથવા રાસાયણિક રીતે નપુંસક કરી દેવાનો કાયદો પાકિસ્તાન ઘડી રહ્યું હોવાની જાણકારી મળી હતી. ઇમરાન ખાનની સરકારે સૈદ્ધાંતિક રીતે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.

પોલાન્ડમાં બલાત્કારના દોષિતને જંગલી સૂવરોના ભોજન તરીકે પીરસી દેવાની સજા કરવામાં આવે છે. જો કે તાજેતરમાં ત્યાં ઘડવામાં આવેલા નવા કાયદા મુજબ દોષિતને નપુંસક કરી દેવાની સજા અમલમાં આવી હતી. ચીનમાં બળાત્કારના દોષિતને લાંબી કાનૂની કાર્યવાહી ટાળીને ત્વરિત મોતની સજા કરી દેવામાં આવે છે. જો કે એમાં ઘણા નિર્દોષ લોકો પણ દંડાઇ જાય છે. ઇસ્લામી દેશ ઇરાકમાં બળાત્કારના આરોપીને જાહેરમાં પથ્થરો વડે ટોચીને મોતની સજા કરવાની પરંપરા છે. ઇન્ડોનેશિયામાં બલાત્કારના આરોપીને નપુંસક બનાવી દેવામાં આવે છે. ક્યારેક એની જનનેન્દ્રીયને કાપી નાખવામાં આવે છે.

(5:40 pm IST)