News of Thursday, 25th February 2021
અફઘાનિસ્તાનમાં નાગરિકોને લઈને જઈ રહેલ એક વેનમાં વિસ્ફોટ થતા એક જ પરિવારના 10 સભ્યોના મોતથી અરેરાટી
નવી દિલ્હી:દક્ષિણી અફઘાનિસ્તાનમાં નાગરિકોને લઈને જઈ રહેલ એક મિનિવેનમાં એન્જીનમાં વિસ્ફોટ થતા આગ ભભૂકી ઉઠી હતી જેમાં એક જ પરિવારના 10 સભ્યોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે અધિકારીઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મૃત્તકલોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. દક્ષિણી ઉરોજગાનના પ્રાંતીય પોલીસના પ્રવક્તા અહમદ શાહ સોહેલે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો ગાડીમાંથી નીકળી નહોતા શક્ય કારણકે પાણી ગાડીમાં અડધી ડૂબી ગઈ હતી.
વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધુ ઉંચો દબાવ અને પાણીનું એન્જીનમાં ઘુસી જવાના કારણોસર આ વિસ્ફોટ થયો હતો અને ગાડીની અંદર આગ લાગવાથી તેમાં સવાર એક જ પરિવારના 10 સભ્યો મોતને ભેટ્યા હતા.
(6:00 pm IST)