દેશ-વિદેશ
News of Friday, 23rd September 2022

અમેરિકામાં ઇરાનના રાષ્‍ટ્રપતિની થઇ ફજેતી : મહિલા ન્‍યૂઝ એન્‍કરે હિજાબ પહેરવાની ના પાડી તો ન થયો ઇન્‍ટરવ્‍યુ

ન્‍યૂઝ એન્‍કર દ્વારા હિજાબ પહેરવાનો ઇન્‍કાર કર્યા બાદ ઇરાનના રાષ્‍ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ ઇન્‍ટરવ્‍યુ આપ્‍યો ન હતો

વોશિંગ્‍ટન તા. ૨૩ : ઈરાનમાં હિજાબ પર ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને અમેરિકામાં ઘણી ફજેતી થઈ છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈન્‍ટરવ્‍યુ લેવા માટે ન્‍યૂઝ એન્‍કરની સામે હિજાબ પહેરવાની શરત મૂકી હતી, પરંતુ એન્‍કરે તેમ કરવાનો ઈન્‍કાર કરી દીધો હતો. તમામ તૈયારીઓ બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્‍ટરવ્‍યુ થઈ શક્‍યો નથી.

ન્‍યૂઝ એન્‍કર ક્રિસ્‍ટીન અમનપોરે દાવો કર્યો હતો કે તે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્‍ટરવ્‍યુ લઈ શકતી નથી કારણ કે તેના સાથીદારે તેને હેડસ્‍કાર્ફ પહેરવાનું કહ્યું હતું.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો પ્રથમ વખત અમેરિકાની ધરતી પર ઈન્‍ટરવ્‍યુ થવાનો હતો. હિજાબ વિવાદ અને પરમાણુ કરાર પર તીક્ષ્ણ પ્રશ્નોની આડશ થવાની હતી, પરંતુ તે થઈ શક્‍યું નહીં કારણ કે તે ઈરાન હોય કે ન્‍યૂયોર્ક, ઈબ્રાહિમ રઈસી તેના કટ્ટરપંથી એજન્‍ડાથી દૂર જઈ શકતા નથી. વાસ્‍તવમાં ક્રિસ્‍ટીન ઈમાનપોર અમેરિકાની પ્રખ્‍યાત ન્‍યૂઝ ચેનલ CNNની જાણીતી એન્‍કર છે. અમેરિકાની ધરતી પર ક્રિસ્‍ટીન સાથે ઈબ્રાહિમ રઈસીનો ઈન્‍ટરવ્‍યુ નક્કી હતો, પરંતુ ઈન્‍ટરવ્‍યુના લાંબા સમય બાદ પણ રઈસી ચેનલની ઓફિસે પહોંચ્‍યા ન હતા.

આ પછી કંઈક એવું બન્‍યું જેના કારણે ઈબ્રાહિમ રઈસી આખી દુનિયામાં ફજેતી થઈ છે. ન્‍યૂઝ એન્‍કર ક્રિસ્‍ટીન ઈમાનપોરે ટ્‍વીટ કર્યું કે ઈન્‍ટરવ્‍યુનો સમય પૂરો થયાના ૪૦ મિનિટ બાદ ઈરાનના રાષ્ટ્રપતિના એક સહયોગી આવ્‍યા. તેણીએ કહ્યું કે રઈસીએ તમને હેડસ્‍કાર્ફ એટલે ઈન્‍ટરવ્‍યુ ન થઈ શક્‍યો.

ઈરાનમાં પોલીસ કસ્‍ટડીમાં મહસા અમીનીના મોત બાદ હિજાબને લઈને હોબાળો મચી ગયો છે. દેશમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. પોલીસ કસ્‍ટડીમાં મહસા અમીનીના મોતના વિરોધમાં મહિલાઓ તેમના હિજાબ સળગાવે છે. કેટલાક પ્રદર્શનકારીઓના મોતના અહેવાલ છે. મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાન જઈ રહી હતી, તે દરમિયાન હિજાબ ન પહેરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કથિત રીતે માર મારવામાં આવ્‍યો હતો.

(10:22 am IST)