દેશ-વિદેશ
News of Friday, 23rd July 2021

ઓએમજી....આ દેશમાં જાનવરો વચ્ચે થયેલ ગેંગવોર

નવી દિલ્હી: માણસોમાં તો ગેંગવોર થતું હોય છે. પરંતુ પશુઓમાં પણ ગેંગવોરનો મામલો સામે આવ્યો છે. આફ્રિકન દેશ ગેબોનથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. લોઆંગો નેશનલ પાર્કમાં ચિમ્પાન્ઝી(Chimpanzee)એ ગોરીલાઓને (Gorilla) મારીને તેને ખાઈ રહ્યા છે. સંશોધનકારી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,જાનવરો વચ્ચે ગેંગવોર પહેલીવાર જોવા મળી રહ્યું છે.

ઓસ્નાબ્રેક યુનિવર્સિટી અને મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ બે ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ બધું ખાવા પર ચાલી રહેલી લડતને કારણે થઈ રહ્યું છે. જે હવામાન પલટાને કારણે ઓછું થઇ ગયું છે.

સંશોધનકારોએ એક પ્રેસ રિલીઝ પણ કરી છે જેમાં જણાવ્યું હતું કે આ હુમલા પહેલા 2014 અને 2018 ની વચ્ચે આ ઓછું જોવા મળ્યું હતું, જ્યારે ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાઓ એક બીજા સાથે શાંતિપૂર્ણ રીતે જીવતા હતા. પરંતુ 2019માં ચિમ્પાન્ઝીએ બે વાર ગોરિલ્લા પર હુમલો કર્યો. જે પૈકી એક લડત 124 મિનિટ સુધી ચાલી હતી. જેમાં બે ગોરિલ્લાના મૃત્યુ પછી સમાપ્ત થઈ હતી. બીજા બનાવમાં ગોરિલ્લાના બચ્ચાનું મોત નીપજ્યું હતું, જેને ચિમ્પાન્ઝી માદા ખાઈ ગયું હતું.

(4:45 pm IST)