દેશ-વિદેશ
News of Friday, 23rd July 2021

ચીનમાં વૈજ્ઞાનિકોએ એક ગ્લેશિયરમાં 33 વાયરસના જેનેટિક કોડ મેળવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનમાં વૈજ્ઞાનિકોને એક ગ્લેશિયરમાં 33 વાયરસના જેનેટિક કોડ મળ્યા છે. જેમાંથી ઓછામાં ઓછા 28 વાયરસ પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ લગભગ 15000 વર્ષ જૂના છે અને બરફમાં રહેવાના કારણે આજ દિન સુધી બચ્યા છે. આ વાયરસના જેનેટિક કોડ મળવાથી વૈજ્ઞાનિકોને આશા છે કે આવા જ વાયરસની બીજા પર્યાવરણમાં પણ શોધ કરી શકાય છે.

આગળ ચાલીને મંગળ જેવા ગ્રહો પર જીવનની શોધમાં મદદ મળી શકે છે. આ રિસર્ચના સહ લેખક અને ઓહાયોના માઈક્રોબાયોમ સેન્ટરના ડિરેક્ટર મેથ્યૂ સલિવને જણાવ્યું કે આ વાયરસ ખૂબ જ કઠિન પર્યાવરણમાં પણ પનપતા રહ્યા. આમાં એવા જીન હોઇ શકે છે જે આવું કરવામાં મદદ કરે છે.

રિસર્ચર ઝોન્ગનું કહેવું છે કે ગુલિયા આઇસ કેપથી 2015માં બે સેમ્પલ લીધા હતા. આ ભાગ સમુદ્રના જળસ્તરથી 22 હાજર ફૂટ ઉપર હતો. દર વર્ષે અહીં બરફનો નવો પડ જામે છે. આ સપાટીઓની મદદથી વૈજ્ઞાનિકોને પર્યાવરણ, સૂક્ષ્‍મ જીવો અને જળવાયુ વિશે સમજવામાં મદદ મળી. આ વાયરસ ખરાબ સ્થિતિમાં પણ સર્વાઇવ કરી શકે છે. હાલમાં વેસ્ટ ચાઇનાના ગ્લેશિયરર્સની સંપૂર્ણ સ્ટડી કરવામાં આવી નથી.

(4:44 pm IST)