દેશ-વિદેશ
News of Friday, 23rd July 2021

ઇક્વાડોરમાં જેલની અંદર થયેલ ગેંગવોરમાં 18 લોકોના મૃત્યુની સામે 12થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:  ઇક્વાડોરમાં બે જેલમાં હરીફ ગેંગો વચ્ચેની ગેંગવોરમાં 18ના મોત થયા હતા અને ડઝનેકને ઇજા થઈ હતી, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ગૌયાક્વિલ શહેરની મુખ્ય જેલની સાથે મધ્ય ઇક્વાડોરમાં લાટાકુંગા જેલમાં ગેંગવોર થઈ હતી. નવ પોલીસ અિધકારીઓ અને 35 કેદીઓ આ સંઘર્ષમાં ઇજા પામ્યા હતા.

પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે લાટાકુંગા જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ભાગી ગયેલા 45 કેદીઓને ફરીથી પકડી લેવાયા હતા. જુનમાં પણ ઇક્વાડોરમાં જેલમાં થયેલી હિંસામાં બે જણ માર્યા ગયા હતા અને 11ને ઇજા થઈ હતી. આ પહેલા ફેબુ્રઆરીમાં ઇક્વાડોરમાં જેલમાં કેદીઓ વચ્ચે થયેલી હિંસામાં 80ના મોત થયા હતા.

(4:43 pm IST)