News of Thursday, 22nd February 2018
આ સાગરમાં સીધા સુઈ જશો તો પણ રહેશો જીવિત
નવી દિલ્હી: ઇઝરાયલ અને જોડર્ન વચ્ચે મૃત સાગર આવેલ છે આ સાગરની ખાસિયત એક છે કે આમ જો તમે સીધા સુઈ જાવ તો પણ ડૂબશે નહીં.આનું નામ ડેડ સી અથવા મૃત સાગર એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ સાગરનું પાણી એટલું બધું ખારું છે કે આમ કોઈ પણ જીવ જીવિત નથી રહેતો.આ સાગરની ખાસિયત એ છે કે આ પાણીમાં ઘણી બધી અલગ અલગ ઔષધિઓ બને છે.એટલા માટે જ આ ઘણા બધા રોગોના ઈલાજ માટે આ સાગરનું પાણી વાપરવામાં આવે છે.વૈજ્ઞાનિકોએ પણ આ વાતને સાબિત કરી આપી છે કે અહીંયા મળતું મીઠું અને ખનીજ આપણા માટે ખુબજ મૂલ્યવાન છે.
(7:11 pm IST)