દેશ-વિદેશ
News of Friday, 22nd January 2021

કોરોના મહામારીના કારણોસર જાપાનમાં લોકો આત્મહત્યા કરવા પર થયા મજબુર

નવી દિલ્હી: જાપાનમાં વર્ષ 2020માં કોરોના વાયરસને લઇને આત્મહત્યાના (SUICIDE)કેસમાં વધારો થયો છે. જાપાનમાં સૌથી વધુ મહિલાઓએ આત્મહત્યા કરી છે. કોરોના જેવી મહામારીને કારણે ઘણા લોકોના જીવનમાં તણાવ વધારી દીધો છે જેનું પરિણામ એ આવ્યું છે કે, સૌથી વધુ ખેડૂત અને મહિલાઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે.

    રોઇટર્સના એક અહેવાલ મુજબ, શુક્રવારે પોલીસ દ્વારા પ્રકાશિત થયેલા આંકડાથી ખબર પડે છે કે ગયા વર્ષે 20919 લોકોએ આત્મહત્યા કરી હતી જે 2019ની તુલનામાં 750 વધુ છે. કાર્યકરો અને સંશોધનકારોના જણાવ્યા અનુસાર 2020ની શરૂઆતમાં આત્મહત્યાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ જુલાઈમાં કોરોનાની મહામારીને લઈને આત્મહત્યાના કેસમાં વધારો થયો છે. આત્મહત્યાના કેસની વાત કરવામાં આવે તો 13,943 પુરુષો અને 6,976 સ્ત્રીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.

(6:17 pm IST)