દેશ-વિદેશ
News of Friday, 22nd January 2021

ઓસ્ટ્રેલિયાની સરકાર અને ગૂગલ કંપની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: સર્ચ એન્જિન કંપની Google અને તેની સર્વિસથી તમામ લોકો વાકેફ હશે. જ્યારે કંઈ પણ માહિતી શોધવી હોય કે કંઈ કંન્ફર્મ કરવું હોય ત્યારે સૌ પ્રથમ સૌના મોઢે Googleનું નામ આવે છે. જોકે, મલ્ટિનેશનલ કંપનીની અનેક રાષ્ટ્રમાં હેડઓફિસ છે. પણ ઓસ્ટ્રેલિયા સરકાર અને Google કંપની વચ્ચે ડખા ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સરકાર અને Google વચ્ચે મીડિયા પેમેન્ટ લૉને લઈને છેલ્લા એક મહિનાથી મામલો વિવાદે ચડ્યો છે.

      હવે Googleએ ઓસ્ટ્રેલિયા સરકારને ઓસ્ટ્રેલિયામાં પોતાનું સર્ચ એન્જિન બંધ કરી દેવા ધમકી ઉચ્ચારી છે. Googleએ ધમકી આપતા જણાવ્યું હતું કે, જો કંપનીને સ્થાનિક સમાચાર પબ્લિશરોને ચૂકવણી કરવા માટે મજબુર કરવામાં આવશે તો કંપની ઓસ્ટ્રેલિયામાં પોતાનું સર્ચ એન્જિન બંધ કરી દેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે, તેઓ ધમકીઓ સામે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી. આ પહેલા Googleએ ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરી દીધી હતી. જેના પર ઓસ્ટ્રેલિયા સરકારે કહ્યું હતું કે Googleએ અમારા કોન્ટેન્ટ પર બ્રેક લગાવવાના બદલે એને ચૂકવણી કરવા પર ધ્યાન આપવું જોઈએ. Google અને ઓસ્ટ્રેલિયા સરકાર વચ્ચે મીડિયા પેમેન્ટને લઈને મોટી ખેંચતાણ ચાલી રહી છે.

(6:16 pm IST)