દેશ-વિદેશ
News of Wednesday, 21st February 2018

ચામાચીડિયાં કેવી રીતે લોહી પચાવી શકે?

બર્લીન, તા.૨૧: ચામાચીડિયાં લોહી પીએ છે, પણ લોહીનો ખોરાક પચાવવામાં ઘણો અઘરો છે એટલે ચામાચીડિયાં આ લોહી કેવી રીતે પચાવી શકે છે એ વિશે જર્મનીમાં રિસર્ચ થયું છે. ચામાચીડિયાંના પેટમાં એક પ્રકારના માઈક્રોબ્સ છે જે લોહીને પચાવી શકે છે. લોહીનો ખોરાક જોખમી છે. કારણ કે એમાં ગ્લુકોઝ, વિટામિન્સ અને લિપિડ ઓછાં હોય છે અને સોલ્ટ વધારે હોય છે. વળી એમાં પેથોજન્સ અને વાઈરસનું પ્રમાણ વધારે હોય છે. આવો ખોરાક લેનારાં ચામાચીડિયાં રોગથી મરી શકે છે, પણ એમના પેટમાં રહેલા માઈક્રોબ્સ આ લોહી પચાવી શકે છે. તેઓ ચામાચીડિયાની ઈમ્યુન- સિસ્ટમ પણ સરખી રાખે છે.

(1:08 pm IST)