દેશ-વિદેશ
News of Friday, 21st January 2022

ઊંઘમાં બોલવાની ટેવ હોય તો ચેતજો...પત્ની કઈંક એવું બોલી ગઈઃ જેલભેગા થવું પડ્યું

ઈંગ્લેન્ડમાં ઊંઘમાં બોલવાના કારણે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિનો એક મામલો જણાવી રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૧: અનેક લોકોને રાતે ભર ઊંઘમાં બબડવાની આદત હોય છે, નસકોરા બોલાવવાની આદત હોય છે. અહીં અમે તમને ઈંગ્લેન્ડમાં ઊંઘમાં બબડવાના કારણે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિનો એક મામલો જણાવી રહ્યા છે જયાં પતિએ તેની પત્નીની કઈંક એવું બોલતા સાંભળ્યું કે તેણે તરત જ પોલીસમાં ફોન કરી દીધો.

અંગ્રેજી અખબાર મિરરમાં છપાયેલા ખબર મુજબ આ મામલો ઈંગ્લેન્ડના લિવરપુલનો છે. જયાં ૬૧ વર્ષના એન્ટોનીએ તેની પત્ની રૂથ ફોર્ટ વિરુદ્ઘ પોલીસમાં ફરિયાદ દાખલ કરી. વાત જાણે એમ છે કે એક રાતે તેઓ બંને સૂઈ રહ્યા હતા અને અચાનક એન્ટોનીની આંખ ખુલી ગઈ. તેણે તેની પત્ની ઊંઘમાં કઈક બબડી રહી હતી તે સાંભળી લીધુ. જેના લીધે તેને ખબર પડી કે તેની પત્ની તો ચોર છે.

મળતી માહિતી મુજબ બંનેના લગ્ન વર્ષ ૨૦૧૦માં થયા હતા. પત્ની રૂથ ક્રિસ્ટલ હોલ કેર હોમમાં નોકરી કરે છે. એક રાતે પતિને ખબર પડી કે તેની પત્ની ચોર છે, જેણે કેર હોમમાં જે દિવ્યાંગ મહિલાની જવાબદારી લીધી હતી તેને બજાર ફેરવવા દરમિયાન તેનુ ખ્વ્પ્ કાર્ડ તેણે ચોરી લીધુ હતું.

ત્યારબાદ એન્ટોનીએ રૂથને ઊંઘમાંથી ઉઠાડી અને આ અંગે સત્ય શું છે તે પૂછ્યું. રૂથે એન્ટોનીને બધી વાત જણાવી દીધી. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને પત્ની વિરુદ્ઘ ફરિયાદ કરી નાખી.

થોડા દિવસ પહેલા જ તેઓ બંને મેકિસકો ફરવા ગયા હતા. ત્યાં રૂથે ખુબ ખર્ચો કર્યો. એન્ટોનીને પત્ની પર શક પણ ગયો પરંતુ ત્યારે તેણે વાત રફેદફે કરી નાખી. પરંતુ જયારે રૂથે ઊંઘમાં પોતાનો ગુનો કબૂલ્યો તો એન્ટોનીનો શક દૂર થયો. તેને આ વાત જાણીને ખુબ તકલીફ પણ થઈ. કોર્ટે રૂથને ૧૬ મહિનાની સજા કરી. બીજી બાજુ જજે પતિ એન્ટોનીની 'હિંમત' અને 'આકરા પગલા'ને પણ બિરદાવ્યા.

(9:57 am IST)