દેશ-વિદેશ
News of Tuesday, 20th October 2020

હે ભગવાન આ ગામમાં માત્ર બે જ લોકોને વસતી છે

નવી દિલ્હી: એક સમયે જ્યાં કોરોના સંકટ તેની ચરમસીમાએ હતું તેવા ઇટલીમાં હાલ કોરોનાથી રાહત છે. એક રીતે ઈટાલીના લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ઘણા દિવસો બાદ ઈટલીના હેમલેટમાં એક રસપ્રદ બાબત સામે આવી છે. જિયોવની કૈરિલી (82) અને જિયામ્પિયરો નોબિલી(74) નામના બે શખ્સ નોર્ટોસ્કે નામના એક એકાંત શહેરમાં રહે છે. શહેરમાં ફકત તે બે લોકો રહે છે અને કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટે તમામ પ્રકારના નિયમોનું પાલન કરે છે. એક મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ, શહેરમાં લોકોના કોઈ પાડોશી નથી, તો પણ વૃદ્ધ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. કારણ છે કે શહેર છોડવા માટે લોકો તૈયાર નથી. શહેર પેરુઝા પ્રાંતના ઉમ્બ્રિયામાં છે. શહેર ટુરિસ્ટ માટે ઘણુ પ્રખ્યાત છે. અંદાજિત 900 મીટરની ઉંચાઈ પર છે. જ્યાં પહોંચવું અને પરત આવવું ખૂબ કઠીન છે.

         કૈરિલી અને નોબિલી પોતે સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેરે છે અને એકલા રહે છે. નોબિલિએ કહ્યું, 'માત્ર સ્વાસ્થ્યને કારણે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો. આમાં સારું કે ખરાબ કંઈ નથી. જો નિયમ છે, તો તમારે તેને તમારા અને અન્ય લોકો માટે અનુસરવું જોઈએ.

(6:17 pm IST)