દેશ-વિદેશ
News of Monday, 19th February 2018

જીવતી દાટી દેવામાં આવેલી મહિલા કોફીનમાં ૧૧ દિવસ જીવી

લંડન તા.૧૯ : બ્રાઝિલમાં ૩૭ વર્ષની રોઝાન્જેલા અલ્મેડા નામની મહિલા ર૮ જાન્યુઆરીએ સેપ્ટિક શોકના કારણે મૃત્યુ પામી હતી અને તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે જાણવા મળ્યું છે કે કોફિનમાં આ મહિલા દિવસ સુધી જીવતી હતી અને તે કોફિનમાં બહાર નીકળવા માટે પ્રયાસો કરતી હતી. તેના પ્રયાસો નિષ્ફળ રહયા હતા, કારણ કે કોફિન બરાબર બંધ કર્યા બાદ ખીલીઓથી ઠોકીને બંધ કરવામાં આવ્યુ હતુ એટલે એને ખોલવાની શકયતા નહીવત હતી. ૯ ફેબ્રુઆરી જાણ થઇ હતી  કે તે કોફિન ખોલવાનો પ્રયાસ કરતી હતી. તેના અંતિમ સંસ્કાર બાદ કબ્રસ્તાનમાંથી અવાજો આવતા હતા પણ તેની કબર સુધી કોઇ જતુ નહોતુ. વળી એક મહિલાએ કહયુ કે તેણે અલ્મેડાની કબર પાસેથી અવાજો સાંભળ્યા હતા. ૯ ફેબ્રુઆરી બાદ અવાજ સંભળાવાના બંધ થઇ ગયા હતા. હવે અલ્મેડાના પરિવારની પરવાનગી લઇને તેની કબરને ફરી ખોદવામાં આવે એવી શકયતા છે.

(4:03 pm IST)