દેશ-વિદેશ
News of Monday, 19th July 2021

તાલિબાનને શાંતિ માટે અમેરિકા સહીત આ 15 દેશોએ કરી અપીલ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હિંસા રોકવા માટે, 15 દેશોના રાજદ્વારી મિશન અને નાટોના પ્રતિનિધિઓએ તાલિબાનને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન દોહા શાંતિ મંત્રણામાં યુદ્ધવિરામ અંગે સહમત ન થયા પછી અનેક દેશોના રાજદ્વારી મિશન દ્વારા અપીલ કરવામાં આવી છે. અફઘાન નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ કતારની રાજધાનીમાં સપ્તાહમાં તાલિબાનને મળ્યું હતું પરંતુ રવિવારે તાલિબાન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ નથી. આ પછી, વિદેશી મિશન દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તાલિબાનને યુદ્ધ વિરામની અપીલ કરી છે.

નાટોના પ્રતિનિધિઓ અને 15 રાજદ્વારી મિશનએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, આ બકરી ઇદ તાલિબને પોતાનો હથિયાર નીચે નાંખી દેવા જોઇએ, વિશ્વને જણાવવું જોઈએ કે તે શાંતિ પ્રક્રિયા માટે આદર માન,સન્માન અને પ્રતિબદ્ધ છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન, બ્રિટન અને અમેરિકા સહિતના ઘણા દેશોએ તાલિબાનને આ અપીલ કરી છે.

(5:57 pm IST)