દેશ-વિદેશ
News of Wednesday, 19th January 2022

વિશ્વનું સૌથી ખતરનાક પક્ષી છે કેસોવરી

વિશ્વનું ત્રીજુ આ સૌથી લાંબુ પક્ષી પ્રતિ કલાકના ૫૦ કિ.મી.ની ઝડપે દોડી શકે છે

નવીદિલ્હીઃ કેસોવરી પક્ષી વિશ્વમાં જોવા મળતા સર્વભક્ષી પક્ષિઓની શ્રેણીમાં આવનાર પક્ષી છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેસોવરીને વિશ્વનો સૌથી ખતરનાક પક્ષી માનવામાં આવ્યું છે.
કેસોવરીની અત્યાર સુધીમાં ત્રણ પ્રજાતિઓ જ શોધવામાં આવી છે. જેમને ક્રમશૅં દક્ષિણી કેસોવરી અથવા ઓસ્ટ્રેલિયાઈ કેસોવરી, નાના કેસોવરી અને ઉત્તરી કેસોવરી કહેવામાં આવે છે.
દક્ષિણી કેસોવરી વિશ્વનું ત્રીજું સૌથી લાંબુ પક્ષી છે. જે માત્ર શુતુરમુર્ગ  અને એમુથી નાનું છે.
કેસોવરી પક્ષીની પાંખો હોવા છતાં પણ તે ઉડી શકતું નથી, કારણ કે, તેની પાંખો તેનો વજન ઉઠાવીને ઉડવામાં અસમર્થ છે.
આ પક્ષી તરણની કળામાં વધુ નિપુણ હોય છે. નદી નાળામાં સરળતાથી તરી શકે છે.
કેસોવરી પક્ષી તેજ ગતિથી દોડવામાં પણ નિપુણ હોય છે. તે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે.
કેસોવરી શર્મિલા પક્ષિઓની શ્રેણીમાં આવે છે. તે જંગલમાં છૂપાઈને  રહે છે અને સામાન્ય રીતે તેને જોવા મુશ્કેલ છે.
તેમના પંજા ખુબ જ મજબૂત અને ધારદાર હોય છે. તેનો ઉપયોગ તે  માટી ખોદવા અને શિકાર કરવામાં કરે છે.
આ પક્ષી સફરજન, કિવી વગેરે ફળોને સરળતાથી ગળી શકે છે.
બે કિલોમીટર સુધી ઉછળી શકે છે.
માદા કેસોવરી એક વખતમાં ૩-૫ ઈંડા આપે છે જે લીલા-આસમાની રંગના હોય છે. અને તેના ઈંડાનો આકાર ૧૦ થી ૧૫ સેંટીમીટર સુધી હોય છે.
તેનો જીવનકાળ લગભગ ૪૦ થી ૫૦ વર્ષ સુધીનો હોય છે. તેની ઉંચાઈ ૧.૮ મીટર સુધીની હોય છે. આ પક્ષીઓ અત્યાર સુધીમાં અનેક મનુષ્યોનો શિકાર કરી ચૂકયા છે.
કેસોવરી પક્ષીના પગમાં ત્રણ આંગળીઓ અને બે પગ હોય છે. જે દોઢથી બે મીટર લાંબા હોય છે. તેનો વજન લગભગ ૬૦ કિલોગ્રામની આસપાસ હોય છે.
માદા કેસોવરી પક્ષીના માથા પર મુકુટ જેવા કેસ્ક્યૂ હોય છે, જે તેમના માથા પર ઈજા થવાથી બચાવે છે.
માદા કેસોવરી ઈંડાની ચિંતા કરતા નથી. નર પક્ષી લગભગ બે મહિના સુધી ઈંડાને સેવવાનું કામ કરે છે. તે બાદ ઈંડામાંથી ભૂરી ધારિઓ વાળા બચ્ચા નિકળે છે. તેની દેખરેખ લગભગ ૯ મહિના સુધી માદા કેસોવરી કરે છે.

 

(3:59 pm IST)