News of Tuesday, 19th January 2021
ચીનના હુમલાની આશંકામાં તાઇવાને યુદ્ધાભ્યાસ શરૂ કર્યો
નવી દિલ્હી:ચીનના હમલાની આશંકામાં તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા માટે સેનાનો યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. યુદ્ધાભ્યાસમાં તે ટેંક,મોટર અને નાના હથિયારોનો ઉપયોગ કરશે. તાઇવાનના મેજર જનરલ ચેન ચોંગ જી એ જણાવ્યું છે કે તાઇપેના દક્ષિણ સ્થિત સેનાના હૂકો બેસ પર આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાઈવાનની રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન પહેલા જ કહી ચુક્યા છે કે તાઈવાનની સુરક્ષાથી કોઈ પણ પ્રકારનો સમજોતો કરવામાં નહીં આવે તેના માટે તેમને અમેરિકાથી મોટો રક્ષા સમજોતો પણ નહોતો કર્યો જેના હેઠળ એફ-16વિમાન,હથિયારયુક્ત ડ્રોન,રોકેટ સિસ્ટમ,હારપુન મિસાઈલ ઉપલબ્ધ કરી હતી.
(5:34 pm IST)