દેશ-વિદેશ
News of Wednesday, 18th May 2022

ચીનમાં થયેલ ભીષણ વિમાન દુર્ઘટનાને લઈને આ ચોંકાવનારી માહિતી આવી સામે

નવી દિલ્હી: ચીનમાં આ વર્ષે થયેલી ભીષણ વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. બ્લેક બોક્સ ડેટા પ્રમાણે ચાઈના ઈસ્ટર્ન જેટના પ્લેનને જાણીજોઈને ઊંચાઈ પરથી નીચે લાવીને ક્રેશ કરવામાં આવ્યું હતું. કોકપિટમાં કોઈ વ્યક્તિએ જાણીજોઈને વિમાનને નીચે લાવીને ક્રેશ કરાવાયેલું હતું અને થોડી જ સેકન્ડમાં તે ચકનાચૂર થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બધા યાત્રીઓ માર્યા ગયા હતા. ગુઆંગ્જી પ્રાંતમાં થયેલી આ દુર્ઘટનામાં 123 યાત્રીઓ માર્યા ગયા હતા. પ્લેન ક્રેશની પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે, નષ્ટ થયેલા વિમાનના બ્લેક બોક્સના ફ્લાઈટ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ડેટા સંકેત આપે છે કે, કોકપિટમાં હાજર રહેલા કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક એરક્રાફ્ટને નીચે ડાઈવ કરવા મજબૂર કર્યું હતું. જોકે, એરલાઈન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ રિપોર્ટ પર હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી. 737-800 એરક્રાફ્ટ કુઓમિંગથી ગુઆંગ્ઝી જઈ રહ્યું હતું, પરંતુ તે ગુઆંગ્ઝીના પહાડોમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બધા 123 યાત્રીઓ માર્યા ગયા હતા. ચીનમાં છેલ્લા ત્રણ દાયકાઓમાં સૌથી મોટી વિમાન દુર્ઘટના હતા. ચીનનું ઈસ્ટર્ન પેસેન્જર વિમાન 23 માર્ચે પહાડોમાં ક્રેશ થઈ ગયું હતું જેમાં 132 લોકો સવાર હતા. આ પ્લેન ક્રેશના ડરામણા વીડિયો ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં પ્લેન સીધુ જમીન પર આવતું નજર આવ્યું હતું. આ વિમાન તેંગ ગ્રામીણ વિસ્તારમાં વુઝુઉની પાસે ક્રેશ થયું હતું અને પહાડો પર આગી લાગી ગઈ હતી. ફ્લાઈટ ટ્રેકર FlightRadar24એ જણાવ્યું કે, વિમાન માત્ર 2.15 મિનિટમાં 29 હજાર ફૂટની ઉંચાઈથી 9,075 ફૂટ પર આવ્યું હતું. તે આગામી 20 સેકન્ડ માટે 3,225 ફૂટ પર હતું અને તે પછી ફ્લાઈટનો સંપર્ક તૂટી ગયો. સામાન્ય ઉડાન દરમિયાન આટલી ઊંચાઈ પરથી નીચે આવવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે.

 

(7:02 pm IST)