દેશ-વિદેશ
News of Thursday, 17th September 2020

ઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ

નવી દિલ્હી: આમ તો  નામ બદલવાથી નામ સિવાય કશું જ બદલાતું નથી તેમ છતાં નામનો મોહ છુટતો નથી, પ્રાચીન વારસો અને તેનું ગૌરવ માણસ જાતનો સ્વભાવ છે. છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં નામ બદલવાની પ્રથા વધતી જાય છે.વાત વિશ્વમાં શાંત, સંસ્કારી અને ગુનાખોરીની દુનિયાથી અજાણ ગણાતા ન્યૂઝીલેન્ડની છે.ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસી માઉરીઓના એક રાજકિય પક્ષે દેશનું નામ બદલીને આઉતેયરો કરવાનું સુચન કર્યુ હોવાનું જાણવા મળે છે.દેશની સંસ્કૃતિને વધારે સારી રીતે પ્રગટ કરવા માટે સ્વદેશી નામ આપવું જરુરી હોવાની દલીલ કરવામાં આવી છે.

              જો કે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડને નામની અદલા બદલી શકય નહી હોવાનું જણાવ્યું છે. ન્યૂઝીલેન્ડના માઉરીઓ ઉપનિવેશવાદ પહેલા મૂળ નિવાસીઓ હતા.આથી માઉરી નેતા ટે રેયો અને માઉરીઓનો ઇતિહાસ ૧૦ મી ધોરણના અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે પણ માંગણી થઇ રહી છે.આ માટે ૪ કરોડ ડોલર રુપિયાનો ખર્ચ થાય તેમ છે,કોલોનિયલ કાળમાં ન્યૂઝિલેન્ડ બ્રિટન પાસે હતું. આ દેશમાં અંગ્રેજો અને માઉરી બંને અધિકૃત ભાષા ગણાય છે. માઉરી જાતી દેશનો સૌથી મોટો લઘુમતિ સમૂદાય છે જે કુલ વસ્તીના ૧૬.૫ ટકા જેટલા છે.

(5:40 pm IST)