દેશ-વિદેશ
News of Friday, 17th March 2023

કોરોના વાયરસ ફેલાવવાનું કારણ ઉંદર કે ચામાચીડિયું નહીં પરંતુ છે આ જીવ

 નવી દિલ્હી: મહામારી કોરોના વાયરસ ફાટી નીકળ્યાના લગભગ 3 વર્ષ પછી, રોગચાળાનું કારણ હજુ પણ મળી શક્યુ છે. કોરોના વાઇરસ જેનુ નામ પડતા જ લોકડાઉન અને પરિવારના સભ્યોને ગુમાવવાનું દુખ સામે આવી જાય છે. આ વાઇરસે લાખો લોકોના પરિવારના સભ્યોને છીનવી લીધા હતા. કોવિડ રોગચાળાની ઉત્પત્તિએ ઘણા લાંબા સમયથી સંશોધકોને મૂંઝવણમાં મૂક્યા છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના  એક અહેવાલઅનુસાર, નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય ટીમને પુરાવા મળ્યા છે કે, કોરોનાવાયરસ ચેપ રેકૂન કૂતરા દ્વારા ફેલાય છે. ચીનના વુહાનમાં સીફૂડ માર્કેટમાં આ શ્વાનને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યા હતા. આ રિપોર્ટ પ્રમાણે, સંશોધકોએ 2020માં હુનાન સીફૂડ હોલસેલ માર્કેટ અને નજીકના વિસ્તારોમાંથી આનુવંશિક ડેટા ફોર્મ સ્વેબ એકત્રિત કર્યા હતા. આ પછી, તેમના સ્વેબનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું. મોટાભાગના સ્વેબ ચેપગ્રસ્ત હતા. અહેવાલમાં જણાવાયું છે કે, પ્રાણીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ફ્લોર, દિવાલો, ગાડા અને પાંજરામાંથી સ્વેબ લેવામાં આવ્યા હતા.

(6:19 pm IST)