દેશ-વિદેશ
News of Friday, 16th October 2020

જિબોતીના તટીય વિસ્તારમાં નાવડી ડૂબી જતા ઓછામાં ઓછા 10 આફ્રિકી પ્રવાસીઓના મૃત્યુ

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય પ્રવાસી સંગઠને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિબોતીના તટીય વિસ્તારમાં  એક નાવડી ડૂબી જવાના કારણોસર ઓછામાં ઓછા 10 આફ્રિકી પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી  આઇઓએમએ ગુરુવારના રોજ આ વાતની જાણકારી ટવીટરના માધ્યમથી આપી હતી.

           વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિબોતીના  તાતીયઇ વિસ્તારમાં આ નાવડી ડૂબી જતા ઓછામાં ઓછા 10 આફ્રિકી પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે આ બધા પ્રવાસીઓ યમનથી પરત ફરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  તેમજ આ પ્રવાસીઓમાંથી 12 અન્ય હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:06 pm IST)