દેશ-વિદેશ
News of Friday, 16th October 2020

સ્વસ્થ સહીત યુવાન વ્યક્તિએ કોરોના રસી મેળવવા માટે 2022ના વર્ષ સુધીની રાહ જોવી પડે તેવી શક્યતા:ડબ્લ્યુએચઓ

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધતો જઈ રહ્યો છે. તો આ રોગચાળાને નાથવા માટેની વેક્સીન શોધવા પાછળ વૈજ્ઞાનિકો પણ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે કોરોના વેક્સીન અંગે WHOની મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે એક સ્વસ્થ અને યુવાન વ્યક્તિને કોરોના રસી મેળવવા માટે 2022નાવર્ષ સુધી રાહ જોવી પડી શકે તેવી શક્યતા છે. એક સોશિયલ મીડિયાની એક ઇવેન્ટમાં તેમણે આ વાત કરી છે.

            આ ઇવેન્ટ દરમિયાન સ્વામીનાથને કહ્યું કે મોટાભાગના લોકો એ વાત સાથે સહમત છે કે પહેલા સ્વાસ્થ્યકર્મીઓ કે જેઓ કોરોના સામે લડી રહ્યા છે પહેલા તેમને રસી આપવી જોઇએ. તો આમા પણ નક્કી કરવું પડશે કે સ્વાસ્થ્યકર્મીઓમાં સૌથી વધારે જોખમ કોને છે? આ સિવાય વૃદ્ધોને પણ જોખમ રહેલું છે. સ્વામીનાથને કોરોના વેક્સીન આવનારા એક વર્ષમાં ઉપલબ્ધ થવાની વાત કરી છે.

(6:04 pm IST)