News of Wednesday, 16th September 2020
અમેરિકાના ફિનિકસમાં ચાલતી ગાડીમાંથી એક શખ્સે ગોળીબારી કરતા એક અધિકારીનું મૃત્યુ
નવી દિલ્હી: અમેરિકાના ફિનિક્સમાં ચાલતી ગાડીમાંથી એક શખ્સે અદાલતની બહાર ગોળીબારી કરતા એક અધિકારીને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ઘટનાને અંજામ આપનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
એફબીઆઈના ફિનિક્સ ઓફિસના પ્રવક્તા જીલ મૈકકેબે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના સંબંધે એક વ્યક્તિની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(5:44 pm IST)