લેટિન સહીત સાઉથ આફ્રિકામાં ઓક્સિજન ખરીદવા લોકોની લાંબી લાઈન જોવા મળી
નવી દિલ્હી: લેટિન અને સાઉથ અમેરિકીન દેશમાં અતિશય સંક્રમણને કારણે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, આ નવો સ્ટ્રેન દુનિયાના કેટલાય ભાગ સુધી પહોંચી ગયો છે. કોરોનાની મહામારી સામે લડી રહેલા આ દેશમાં કોરોના જીવલેણ બની રહ્યો છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાંથી સામે આવ્યું છે કે, ગત વર્ષ હોસ્પિટલમાં એડમિટ 40% દર્દીઓના મોત નીપજ્યા છે.
પણ સુપર કોવિડ વાયરસ જે વાયસનો નવો સ્ટ્રેન છે એ ખૂબ જ ખતરનાક છે. એ ફેલાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. એના સંક્રમણના કેસ પણ બ્રાઝિલમાં જોવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસ અમેરિકા સુધી પહોંચી ગયો છે. જેના કારણે દુનિયામાં ભયનો એક માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, સુપર કોવિડ 19 વાયરસનો આ નવો સ્ટ્રેન કોરોનાની રસીને પણ બેઅસર બનાવી શકે છે.