બે અઠવાડિયાની અંદર તાલિબાને દેશભરમાં કર્યા 575ઘાતક હુમલા
નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં 2 અઠવાડિયાની અંદર તાલિબાને 575 ઘાતક હુમલા કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ જીવલેણ હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે આ જાણકારી દેશના આંતરિક મામલાના પ્રવક્તા તારિક આરિયાને આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે તાલિબાન દ્વારા અફઘાની લોકોને અને સુરક્ષાબળોના વિરુદ્ધ 92સુરંગ ધમાકા અને 6 આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા આ હુમલામાં 86સામાન્ય નાગરિકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 165 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી તેમને સુરક્ષાબળોના મૃત્યુ પર કોઈ પણ પ્રકારની ટિપણની કરી નથી તેમજ આ 575 તાલિબાની હુમલામાં 72 હુમલા હેલમંદ પ્રાંતમાં કરવમાં આવ્યા હતા. આ આંકડો ત્યારે રજૂ કરવામાં આવ્યા જયારે અફઘાનબળ અને તાલિબાનના વચ્ચે ઘણી જગ્યાઓ પર સંઘર્ષ ચાલી રહ્યો હતો.