દેશ-વિદેશ
News of Tuesday, 15th September 2020

ઓસ્ટ્રેલિયામાં પોલીસ સહીત પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષમાં મેલબર્નથી 74 લોકોની ધરપકડ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં કોરોના વાયરસના કારણોસર લગાવવામાં આવેલ પ્રતિબંધોને લઈને સેંકડો પ્રદર્શનકારીઓ સહીત પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો વિક્ટોરિયાની રાજધાની મેલ્બર્નમાં 74 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથો સાથ 176 લોકોને લોકડાઉનના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. વિક્ટોરિયા માર્કેટમાં 250 પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું। તેમાંથી અમુક લોકોએ આક્રમક થઈને પોલીસ પર હુમલો શરૂ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:59 pm IST)