દેશ-વિદેશ
News of Thursday, 15th July 2021

ઓસ્ટ્રેલિયાની આ યુવતીએ મૃત લોકોના દાંતમાંથી જવેલરી બનાવીને બની ઇન્ટરનેટ પર ચર્ચિત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક યુવતી મૃત લોકોના દાંતમાંથી જ્વલેરી બનાવીને ઇન્ટરનેટ પર ચર્ચિત થઈ રહી છે. આ યુવતીનું કહેવું છે કે આ તેનો શોખ. જૈકી વિલિયમ્સ ગ્રેવ મેટલમ જ્વેલર્સની માલિકણ છે. તે મરેલા લોકોના દાતોની અંગૂઠી, બંગડી અને નેકલેસ બનાવીને વેચે છે. કેટલીક જ્વેલરીમાં માનવ અવશેષ સામેલ હોય છે- જેમાં વાળ અને રાખ, ત્યાં સુધી કે કોઈ પરિવારના સભ્યનું IUD એટલે કે ગર્ભાશયી યુક્તિ પણ હોય છે. જૈકી વિલિયમ્સ પહેલા એક સ્થાનિક કબ્રસ્તાનમાં માળી તરીકે કામ કરતી હતી. તેણે સ્વીકાર્યું છે કે તે થોડી બીમાર છે, કારણ કે મરેલા લોકોના અવશેષોથી ઘરેણાં બનાવવાની વાત સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિ ન વિચારી શકે. પરંતુ તે એ વાત પર ભાર મૂકે છે કે તેની જ્વેલરી પ્રિયજનોના શોકમાંથી બહાર આવવામાં મદદ કરે છે. જૈકી જણાવે છે કે તે કસ્ટમરની ડિમાન્ડ પર જ તેમના પરિવારમાં મૃત્યુ પામેલા સભ્યોના દાંતોથી ઘરેણાં બનાવે છે. આવું માત્ર સ્પેશલ ઓર્ડર આવતાં જ કરવામાં આવે છે. જૈકી જણાવે છે કે, હું આ કામ એટલા માટે કરું છું, કારણ કે હું લોકોને તેમના દુઃખ અને નુકસાનથી બહાર આવવામાં મદદ કરવા માંગું છું. આ એવું કંઈક છે જે દરેક જીવિત વ્યક્તિને સુખ જ આપશે.પ્રત્યેક કસ્ટમ પીસ જ્વેલરીને બનાવવામાં છથી આઠ સપ્તાહનો સમય લાગે છે. દરેક પીસ માટે જૈકી 350 ડૉલરથી લઈને 10,000 ડૉલર સુધીનો ચાર્જ લે છે. કસ્ટમરને જ મેટલ પૂરું પાડવાનું હોય છે.

(5:58 pm IST)