૧૭ બાળકોની દાદીએ ૨૪ વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા : સેકસ લાઈફ વિશે કપલે શું કહ્યું ?
પ્રેમમાં ડૂબેલા માણસો માટે ઉંમરતો માત્ર એક નંબર હોય છે અને આ ૧૭ બાળકોની દાદીએ સાબિત કરી આપ્યું છે
ન્યુયોર્ક,તા. ૧૪: પ્રેમમાં ડૂબેલા માણસો માટે ઉંમરતો માત્ર એક નંબર હોય છે અને આ ૧૭ બાળકોની દાદીએ સાબિત કરી આપ્યું છે. ૬૧ વર્ષીય શેરિલ મૈકગ્રેગરે ૨૪ વર્ષના નવયુવાન કુરૈન મૈકનેનને પોતાન જીવનસાથી તરીકે અપનાવ્યો છે. બંનેના લગ્નનો સમાંરભ ટીકટોક પર લાઈવ કરવામાં આવ્યો હતો, જે હજારો વ્યકિતઓએ નિહાળ્યો હતો. એકબીજા સાથે ગાઢ ગળાડૂબ પ્રેમમાં પ્રેમીયુગલ વચ્ચે ૩૭ વર્ષનું અંતર છે.
શેરિલ અને કુરૈનના લગ્નજીવનને લઈને સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ યુગલનું કહેવું છે કે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ઉંમરમાં ઘણો ફરક હોવા છતાયે બંને વચ્ચે ગાઢ પ્રેમ છે અને તેમની સેકસ લાઈફ પણ ખૂબ જ સારી ચાલી રહી છે.
એક અહેવાલ પ્રમાણે કુરૈન શેરિલને પહેલીવાર ૧૫ વર્ષની વયે મળ્યો હતો. વર્ષ ૨૦૨૦માં કુરૈન ૨૩ વર્ષનો થયો ત્યારે ફરીથી તેઓ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળ્યા હતા અને ત્યારબાદ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
કુરૈન અને શેરિલે ટીકટોક પર Only fans નામનું એકાઉન્ટ બનાવ્યું છે, એકાઉન્ટમાં જેઓ પોતાના જીવનની યાદગાર પળો શેર કરતા રહેતા હોય છે. બંનેના ચાહકોએ પણ તેમના લગ્નનો નજરો લાઈવ ટીકટોક પર નિહાળ્યો હતો.
લગ્નના દિવસે શેરિલ પોતે નવી દુલ્હનની જેમ તૈયાર થઇ હતી. તેણીએ સફેદ રંગનો વેડિંગ ડ્રેસ સાથે ચમકદાર નેલપેઈન્ટ સાથે ટીમઅપ કર્યો હતો. પોતાના વાળને ગોલ્ડન રંગ કર્યો હતો. કુરૈને પણ સફેદ રંગનો શૂટ પહેર્યો હતો.
લગ્ન બાદ કુરૈને કહ્યું હતું કે, અમે બંનેએ ટેનેસીમાં લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન એક દોસ્ત પણ ત્યાં હાજર હતો. એકબીજા સાથે લગ્ન કર્યા બાદ અમે ભોજન પણ ગ્રહણ કર્યું હતું અને હોટલમાં પણ ગયા હતા જયાં બે કલાક જેટલો સમય એકાંતમાં વિતાવ્યો હતો.