દેશ-વિદેશ
News of Monday, 14th September 2020

આ હીરાની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે હીરાની કિંમત એક ઝવેરી જ જાણી શકે છે. દુનિયાભરમાં જ્વેલરી અને હીરાને ચાહનારા ઘણાં ખરીદદારો છે. જેઓ આ પ્રકારના હીરા માટે અબજો રૂપિયા પણ ખર્ચ કરવા માટે તૈયાર થઇ જાય છે. પણ જ્યારે હીરો જ અનોખો હોય તો તેની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ થઇ જાય છે. આવતા મહિના આ પ્રકારનો જ એક હીરો હરાજીમાં વેચાવવા જઇ રહ્યો છે.

              માત્ર સાત એવા હીરા છે, જેમને હીરાના બિઝનેસમાં ડી કલર કે વ્હાઈટ હીરોના રૂમાં ઓળખવામાં આવે છે. આવા 100થી વધારે કેરેટના હીરા પહેલા હરાજીમાં વેચાઈ ચૂક્યા છે. સોથબી જ્વેલરના વર્લ્ડવાઈડ પ્રેસીડેંટ ગૈરી શુલરનું માનવું છે કે વધુમાં વધુ લોકોને સમજ આવી ગઇ છે કે લોલીપોપના આકારનો અબજો વર્ષ જૂનો અને થોડા રૂપમાં વધારે મૂલ્ય સ્ટોર કરી શકાય છે. લોકો તેને યાદગીરીના રૂપમાં રાખી શકે છે. 5 ઓક્ટોબરના રોજ હોંગકોંગના સોથબીમાં આરક્ષિત મૂલ્ય વિના હીરાને એક જ લોટમાં વેચવામાં આવશે.

(6:23 pm IST)