દેશ-વિદેશ
News of Tuesday, 14th March 2023

સ્વિટ્ઝર્લેન્ડના એક ગામમાં રહેવા માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયા

નવી દિલ્હી: એક આલીશાન ઘર ખરીદવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે, પરંતુ પોતાના બજેટ પ્રમાણે માણસને ફ્લેટ કે નાના મકાનમાં સંતોષ કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમને કોઈ સુંદર જગ્યાએ રહેવાના બદલામાં પૈસા આપવામાં આવે, તો શું તમે આ ઓફર સ્વીકારશો?  એક ગામમાં રહેવા માટે આવી કંઇક આવી જ ઓફર આપવામાં આવી રહી છે. જો કે આપણા દેશમાં પણ સુંદર પહાડોવાળા ગામોની કોઈ કમી નથી, પરંતુ તમારે ત્યાં રહેવા માટે ઘણા પૈસા ખર્ચવા પડશે. જો કે હાલમાં યુરોપના એક દેશના એક આવા જ ગામની ઓફર ચર્ચામાં છે, જ્યાં રહેવા માટે લગભગ 50 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડના પહાડોમાં આવેલ અલ્બીનેન ગામમાં આવી રહેનારા લોકોને £50,000 એટલે કે 49 લાખ 26 હજારથી વધુ ભારતીય રૂપિયા ઓફર કરવામાં આવી રહ્યા છે. આ ગામ ફ્રાન્સ-ઈટલીની સરહદ પર સ્વિસ પ્રાંતના વેલાઈસમાં 4265 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. બરફથી ઢંકાયેલી પહાડીઓની વચ્ચે આવેલું આ ગામ ખૂબ જ સુંદર છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં અહીંથી લોકો સ્થળાંતર કરી ગયા છે અને હવે અહીં માત્ર થોડા જ લોકો રહે છે. વર્ષ 2018થી લોકોને અહીં સ્થાયી થવા માટે પૈસાની ઓફર કરવામાં આવી રહી છે. ચાર સદસ્યના પરિવારમાં દરેક પુખ્તને £22,440 એટલે કે 22 લાખ રૂપિયા અને દરેક બાળકને £8,975 એટલે કે 8 લાખ રૂપિયા આપવામાં આવશે.

(6:15 pm IST)