તો આ રીતે થયો હતો હેલ્લો શબ્દનો ઉદ્ભવ
નવી દિલ્હી: સામાન્ય વાતચીતમાં આપણે સૌ હેલ્લો શબ્દનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. હેલ્લો શબ્દ એ લોકોના ચહેરા પર ખુશી લાવે છે. એકબીજાની સુખાકારી પૂછવા આ શબ્દ સૌથી વધુ વપરાય છે. આ શબ્દની ઉત્પતિની વાર્તા ખુબ જ રોચક છે. આ શબ્દ સન ૧૮૮૫માં ટેલીફોનની શોધ પૂર્વે જ અસ્તિત્વમાં હતો. પ્રાચીન સમયમાં લોકો 'હેલોવી' શબ્દથી એકબીજાનું અભિવાદન કરતા હતા. આ શબ્દ જુનો ફ્રેંચ શબ્દ 'હોલા' પરથી આવ્યો છે; જેનો અર્થ છે ' રોકો' . વર્ષ ૧૮૮૩માં નોહ વેબસ્ટરના શબ્દકોશમાં પણ હેલ્લો શબ્દ જોવા મળે છે. ટેલીફોનની શોધ પૂર્વે, અમેરિકન્સ 'હુલો' શબ્દનો ઉપયોગ કરતા; જે ધીમે- ધીમે હેલ્લો શબ્દમાં પરિવર્તિત થયો. ટેલીફોનની શોધ પછી, હેલ્લો એકબીજાનું અભિવાદન કરવા માટેનો સાર્વત્રિક શબ્દ બન્યો. આ શબ્દને આપણા જીવનમાં અભિન્ય હિસ્સો બનાવવાનું શ્રેય એડીસનને જ જાય છે. સને ૧૮૮૫માં ટેલિફોનના શોધક એલેકઝાન્ડર ગ્રેહામબેલને આ હેલ્લો શબ્દ પસંદ ના હતો. અને તેમણે 'એહોય' શબ્દ જ સુચવ્યો હતો. તેઓએ હંમેશા હેલ્લો શબ્દને બદલે એહોય શબ્દને જ મહત્વ આપ્યું હતું.