દેશ-વિદેશ
News of Monday, 13th July 2020

ડાઉન સિન્ડ્રોમવાળી આ યુવતી થવા માંગે છે પ્રખ્યાત

નવી દિલ્હી: પૂર્વ લંડનની યુવા મૉડલ કહે છે, "હું પ્રખ્યાત થવાં માગુ છું." પરંતુ એક વધારાનું ક્રોમોસોમ (રંગસૂત્ર) એલીના સ્વપ્નના માર્ગમાં દીવાલ નહીં બની શકે.એલી વિશ્વનાં પ્રથમ એવાં મૉડલ છે જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે અને તેમણે વૉગ મૅગેઝિનમાં સ્થાન મેળવ્યું છે.

 'ગુચી બ્યૂટી' તેના એક એડ કૅમ્પેઇન માટે એલીની શોધ કરી અને વૉગ ઇટાલીએ તેને પ્રકાશિત કરી.એલીની માતા વોનેને ઑફર વિશે સહુથી પહેલો ફોન આવ્યો હતો."આટલી મોટી બ્રાન્ડ એલીને પસંદ કરી છે, માનવું અમારા માટે મુશ્કેલ હતું. શરૂઆતથી એલી પ્રખ્યાત થવા માગતી હતી. એલી કાયમ એક એન્ટરટેઇનર રહી છે."

(6:09 pm IST)