વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો
ન્યુર્યોક તા.૧૩: જો તમે આ વેલેન્ટાઇન્સ ડેએ ડિનરમાં પાર્ટનરને પ્રપોઝ કરતી વખતે એકસ્ટ્રા ડ્રામા ઉમેરવા ઇચ્છતા હો તો અમેરિકાના મેસેચુસેટ્સની રેસ્ટોરાંએ એક હટકે બર્ગર તૈયાર કર્યુ છે. એકસ્ટ્રા-સ્પેશ્યલ વેલેન્ટાઇન્સ ડિનર માટે આ રેસ્ટોરાંએ સોનાની બનેલી મોટા હીરાવાળી એન્ગેજમેન્ટ રિંગ છુપાઇ જાય એવુ બર્ગર બન તૈયાર કર્યુ છે. આ બર્ગર બનમાં જે સોનું અને હીરા વપરાયા છે એને કારણે એની કિંમત ૩૦૦૦ ડોલર એટલે કે લગભગ બે લાખ રૂપિયા છે. જો તમે પાર્ટનરને મોંઘીદાટ રીતે પ્રપોઝ કરીને ઇમ્પ્રેસ કરવા માગતા હો તો બે લાખ રૂપિયાનું બિગ બોય બર્ગર ખરીદીને ખવડાવી શકો છો. આ બર્ગરની સાથે ફ્રેન્ચ ફ્રાઇઝ પણ મળશે. જોકે આવા બર્ગરનો ઓર્ડર તમારા ડિનરના ૪૦ કલાક પહેલાં એડ્વાન્સમાં બુક કરાવવો જરૂરી છે.