દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

બાળપણમાં ટાઇફોઇડ અને ડેન્ગી થયો હતો? તો નાની ઉંમરે હાર્ટ-અટેકનું રિસ્ક રહેશે

લંડન તા.૧૩: પાંચ-સાત વર્ષની વય સુધીમાં શરીરમાં જે કોઇ રોગો થાય છે એની અસર લાંબા ગાળા સુધી રહે છે. નેધરલેન્ડ્સના નિષ્ણાતાનું કહેવું છે કે બ્રોન્કાઇટિસ, ટ્યુબરકયુલોસિસ, ચિકનપોકસ, ટાઇફોઇડ અને ડેન્ગી જેવાં ઇન્ફેકશનોથી ફેલાતા રોગો નાની ઉંમરે થયા હોય તો પુખ્તાવસ્થામાં નાની ઉંમરે હાર્ટ-અટેક આવવાનું જોખમ વધી જાય છે. સામાન્ય સંજોગોમાં કહેવાય છે કે પુખ્તાવસ્થામાં અનહેલ્ધી લાઇફ-સ્ટાઇલને કારણે હાર્ટને લગતી સમસ્યાઓનું પ્રમાણ વધે છે. જોકે નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં આવેલા એકેડેમિક મેડિકલ સેન્ટરના રિસર્ચરોનું કહેવું છે કે ઇન્ફેકશનને કારણે ફેલાતા ડેન્ગી, ટાઇફોઇડ જેવા રોગોને કારણે બોડીમાં ક્રોનિક સોજો અને લાલાશ રહેવાનું શરૂ થઇ જાય છે. ધીમે-ધીમે રકતવાહિનીઓમાં હળવો સોજો રહેતો હોવાથી રકતવાહિનીઓ સાંકડી અને કડક થઇ જાય છે અને હાર્ટ-અટેકનું જોખમ વધે છે. રિસર્ચરોએ ૫૬ વર્ષથી નાના ૧૫૩ દર્દીઓ જેમને અચાનક જ હાર્ટ-અટેક આવ્યો હતો તેમની હેલ્થનો ડેટા તપાસ્યો હતો. બાળપણમાં અથવા તો કિશોરાવસ્થા દરમ્યાન ગંભીર પ્રકારનું ઇન્ફેકશન થયું હોય એવા દર્દીઓની સંખ્યા એમાં વધારે હતી.

(12:55 pm IST)