દેશ-વિદેશ
News of Thursday, 13th January 2022

૧૨ બાળકની માતા આખો દિવસ વાપરે છે મોબાઇલ, ઘર ખર્ચ માટે શું કામ કરે છે ?

મોબાઈલનો ઉપયોગ કરીને લોકો શું ન કરી શકે?

ન્યુયોર્ક,તા. ૧૩: : આજના સમયમાં મોબાઈલને સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. મોબાઈલનો ઉપયોગ કરીને લોકો શું ન કરી શકે? આજના સમયમાં લોકોનું પેશન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાનું છે. એક હાઇ ફેન ફોલોઈંગ દ્વારા દર મહિને લાખોની કમાણી કરે છે. અમેરિકાની બ્રિટ્ટેની ચર્ચ નામની ૩૩ વર્ષની મહિલાએ પણ પોતાની ફેકટરીની નોકરી છોડીને મોબાઈલ દ્વારા દ્યર ચલાવવાનું નક્કી કર્યું અને તે આમાં સફળ પણ રહી.

૧૨ બાળકોની માતા છે બ્રિટની

૧૨ બાળકોની માતા હવે માત્ર તેના ફોન પર વિડીયો બનાવીને એક મોટા પરિવારનો ઉછેર કરી રહી છે. ૧૨ બાળકોનો પરિવાર ઘણો મોટો છે. તેમાં બાળકોના ખાવા-પીવા, કપડાં, શિક્ષણ ખર્ચ વગેરેનો પણ સામેલ છે. આ માટે લોકોને રાત-દિવસ મહેનત કરવી પડે છે, પરંતુ અમેરિકન મહિલા બ્રિટનીને તેમના માટે વધારે સંઘર્ષ કરવો પડતો નથી, કારણ કે તેની કમાણી ઘરેબેઠા થઇ રહી છે.

ધ સનના અહેવાલ અનુસાર, બ્રિટની ઘરે બેસીને તેના રોજિંદા જીવન સાથે જોડાયેલા વીડિયો બનાવે છે અને તેને ટિકટોક પર અપલોડ કરે છે અને તેમાંથી ઘણી કમાણી કરે છે. Tiktok પર બ્રિટનીના ૧.૮ મિલિયન ફોલોઅર્સ છે અને આ ફોલોઅર્સના આધારે તેના ઘરનો ખર્ચ થઈ રહ્યો છે. ઘણા લોકો બ્રિટનીના વીડિયો જુએ છે, જેના કારણે તે કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે બ્રિટનીના પતિનો પણ પોતાનો બિઝનેસ છે.

જયાં સુધી બ્રિટનીને ૮ બાળકો હતા ત્યાં સુધી તે પોતાનું કામ કરતી હતી, પરંતુ એકસાથે ૩ બાળકોને જન્મ આપ્યા બાદ તેણે જોબ છોડી દીધી અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગી. તેને ૫૩ મિલિયનથી વધુ લાઈકસ મળી છે. તે ક્રિએટર્સ ફંડ વડે આ વ્યૂઝના બદલે પૈસા કમાય છે.

ટિકટોક સિવાય બ્રિટનીના ઈન્સ્ટાગ્રામ પર પણ લાખો ફોલોઅર્સ છે. તે કહે છે કે દર અઠવાડિયે તેને ખાવા માટે ૨૩,૦૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. તે ૬૬ કાર્ટન દૂધ લાવે છે અને દર અઠવાડિયે ૬૦૦ ડાયપરની જરૂર પડે છે.

(10:10 am IST)