દેશ-વિદેશ
News of Saturday, 13th January 2018

સ્વીડનના ઝૂએ ૬ વર્ષમાં ૯ સિંહબાળને મારી નાખ્યા

સ્વીડનમાં આવેલા બોરાસ ઝૂ પાર્કમાં સિંહોની વસ્તી છે અને સિંહબાળોનો પણ જન્મ થતો હોવાથી આ ઝૂમાં સતત લોકોની અવરજવર રહે છે, પણ આ ઝૂના સંચાલકોએ છેલ્લા ૬ વર્ષમાં ૯ સિંહબાળોને મારી નાખ્યાં હતાં અને એના જવાબમાં માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે તેમને માટે જગ્યા નહોતી. આને કારણે આ ઝૂના સંચાલકો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ સિંહ અને વાઘ જેવા પ્રાણીઓની વસ્તી ઘટી રહી છે ત્યારે આવા સિંહબાળોને બીજા ઝૂમાં મોકલી દેવાની જરૂર હતી એવું લોકો માની રહ્ના છે. આ ઝૂએ મારી નાખેલા સિંહબાળોના નામ સિમ્બા, પોટર, વીઝલી, રફીકી, કિયારા, કોવુ, નાલા, બાનઝાઇ અને સરાબી હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકોએ કહ્નાં હતું કે આ સિંહબાળ અગ્રેસચિવ થયા હતાં એથી તેમને બીજા ઝૂમાં મોકલી શકાય એમ નહોતું.

(2:48 pm IST)