દેશ-વિદેશ
News of Thursday, 12th November 2020

ISISના કનેકશનની આશંકા

જર્મનીમાં એક શિક્ષકને તેના જ ૧૧ વર્ષના મુસ્લિમ વિદ્યાર્થીએ આપી મસ્તક કાપવાની ધમકી

બર્લિન, તા.૧૨: જર્મનીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જર્મનીમાં એક સ્કૂલના ૧૧ વર્ષના મુસ્લિમ વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને માથું વાઢવાની ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં એક શિક્ષક દ્વારા નાગરિક શાસ્ત્રના વર્ગમાં અભિવ્યકિતની સ્વતંત્રતાના પાઠ ભણાવતી વખતે પયગંબરનું વિવાદાસ્પદ કાર્ટૂન બતાવતા એક વિદ્યાર્થી દ્વારા તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

આ વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો છે અને તેને ફ્રાન્સિસ શિક્ષક સેમ્યુઅલ પૈટીની હત્યા પર એક મિનિટનું મૌન રાખ્યા બાદ કહ્યું હતું કે તમને પૈગમ્બરનું અપમાન કરનારને મારવાની અનુમતિ છે તે યોગ્ય છે.

જર્મનીના એક દૈનિક અખબારના જણાવ્યા નુસાર જયારે સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીના માતાપિતાને ફરિયાદ કરવા માટે સ્કૂલમાં બોલાવ્યા તો તેની માટે કહ્યું કે પરિવારે આ પ્રકારના કટ્ટરપંથી વિચારો નથી શીખવ્યા. મને લાગે છે છોકરો આ બધું સ્કૂલમાં જ શીખ્યો હશે.

આ કિસ્સો બર્લિનના એક શહેર સ્પાન્ડોમાં ક્રિશ્યિયન માઙ્ખર્ગનસ્ટર્ન પ્રાયમરી સ્કૂલમાં સામે આવ્યો છે. આ કિસ્સો ત્યારે સામે આવ્યો જયારે શિક્ષકે વિદ્યાર્થીને પેરેન્ટ્સ ઇવનિંગ માટે તેના માતાપિતાને સાથે લાવવા માટે દબાણ કરવા લાગ્યા. શિક્ષકે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને કહ્યું બૈઠકો મહત્વપૂર્ણ હતી. કારણકે આ બેઠકોમાં સમસ્યાઓનો સામે રાખવામાં આવે છે. શિક્ષકે આગળ જણાવ્યું તે લોકો માટે ખરાબ પરિણામ આવશે જેમણે ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે.

તેના જવાબમાં વિદ્યાર્થીએ કહ્યું કે જો આમ થયું અને જો મારા માતાપિતા ન આવ્યા તો હું તમારી સાથે એ જ કરીશ જે પેલા છોકરાએ પેરિસમાં શિક્ષક સાથે કર્યું હતું. આ વિદ્યાર્થી ૧૮ વર્ષનો અબ્દુલ્લા મંજૂર, ચેચેન્યા કટ્ટરપંથીનો ઉલ્લેખ કરી રહ્યો હતો. જેને ૧૬ ઓકટોબરના રોજ પેરિસના એક વિસ્તારમાં સેમ્યુઅલ પૈટીની ગળું કાપી હત્યા કરી હતી. તેણે માથું કાપવાનો વિડીયો પણ બનાવ્યો હતો અને ત્યારબાદ આ કલીપ ઓનલાઇન પોસ્ટ પણ કરી હતી.

(10:58 am IST)