દેશ-વિદેશ
News of Monday, 12th October 2020

ચીનની મદદથી પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા જઈ રહ્યું છે

નવી દિલ્હી: ચીનની મદદથી પાકિસ્તાન ફાઇનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના શમણાં સેવતું હતું. પરંતુ એ મુરાદ બર આવી નહોતી. ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરીંગ પર અંકુશ લાદવામાં નિષ્ફળ નીવડેલા પાકિસ્તાનને FATFના એશિયા એકમ એશિયા પેસિફિક ગ્રુપે એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં કાયમ રાખવાની જાહેરાત કરી હતી.

 

            એશિયા પેસિફિક ગ્રુપના ગ્રે લિસ્ટમાં લાંબો સમય રહેવાથી પાકિસ્તાન પર FATF દ્વારા બ્લેકલિસ્ટ થવાની શક્યતા વધી ગઇ હતી એમ ખુદ પાકિસ્તાની દૈનિક ડૉનના એક અહેવાલમાં જણાવાયું હતું. FATFએ ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરીંગના મામલામાં જે સૂચનો કર્યાં હતાં એનો અમલ કરવામાં પાકિસ્તાને અખાડા કર્યા હતા. એણે કાઢેલાં બહાનાં અને ઉપજાવી કાઢેલી વાતો FATFને ગળે ઊતરી નહોતી. એજ કારણે એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં ચાલુ રાખ્યું હતું. એક યા બીજી રીતે પાકિસ્તાન આ લિસ્ટની બહાર નીકળવા ઉત્સુક હતું.

(6:13 pm IST)