દેશ-વિદેશ
News of Friday, 12th January 2018

શિયાળામાં પણ ગ્લેમરસ લુક

ઋતુ પ્રમાણે ફેશનનો દોર બદલતો રહે છે. ઠંડીની ઋતુમાં સ્વેટર અને સ્કાર્ફની પાછળ મહિલાઓની ફેશન છુપાઈ જાય છે. પરંતુ, શિયાળામાં કપડાને શોભે તેવો સિમ્પલ લુક આપવાથી સુંદરતા નીખરી આવે છે

ઠંડીની ઋતુમાં પણ બધા લોકો ફેશનેબલ લુક ઈચ્છતા હોય છે. તેથી આ ઋતુમાં હિરાના નાના કાનના ઘરેણા અને મોટી અંગુઠી પહેરો. જ્વેલરી ડીઝાઈનરે આ ઋતુમાં ઘરેણાની પસંદગી સંબંધી કેટલીક ટીપ્સ આપી છે. શિયાળામાં છોકરીઓ ઠંડીથી બચવા માટે સ્કાર્ફ અથવા તો કોલર પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ હિરાજડીત કાનના નાના ઘરેણા પહેરી શકે છે. જે શિયાળાના કપડા ઉપર સારા લાગે છે.

શિયાળામાં પોતાના કાનને ગરમાહટ આપવા માટે મોટા ભાગની મહિલાઓ વાળ ખુલ્લા રાખવાનું પસંદ કરે છે. તેના માટે સુંદર હેરપીન કે હેરબેન્ડનો ઉપયોગ કરવો જાઈએ. જે શિયાળાના કપડા ઉપર  સુંદર લુક આપે છે.

સિમ્પલ લુક

જા લગ્ન સિવાય કોઈ બીજા પ્રસંગ છે તો મહિલાઓએ બને તેટલો સિમ્પલ લુક અપનાવવો જાઈએ. શિયાળામાં મોટી ચમકીલી અંગૂઠી પછી તે ફન્કી હોય કે હીરાજડીત, ખૂબ જ શાનદાર લાગે છે અને તમને ગ્લેમરસ લૂક પણ આપે છે. શિયાળામાં સામાન્ય રીતે મહિલાઓ હાથમાં ઘડીયાળ સિવાય બીજુ કંઈ પહેરતી નથી. આ ઋતુમાં બંગડી કે બ્રેસ્લેટ પહેરવાનો કોઈ મતલબ નથી. કારણ કે, તે સ્વેટર કે જેકેટની સ્લીવમાં ફસાઈ શકે છે.

(1:48 pm IST)