દેશ-વિદેશ
News of Thursday, 11th August 2022

360 વર્ષ પહેલા ડૂબી ગયેલ આ જહાજ સમુદ્રમાંથી મળી આવ્યું:મળ્યો મોટો ખજાનો

નવી દિલ્હી: સ્પેનનું સમુદ્રી જહાજ ક્યુબાથી સેવિલે જઈ રહ્યું હતું. આ જહાજ બહામાસમાં આવેલા 'લિટલ બહામા બેંક' પાસે એક ખડક સાથે અથડાયું અને 30 મિનિટમાં ડૂબી ગયું. જહાજની અંદર મોટી માત્રામાં ખજાનો હતો. હવે સમુદ્રમાં આ ખજાનાના એક ભાગની શોધ કરી લીધી છે.
ખજાનાની શોધ કરનાર લોકોનો દાવો છે કે હજુ પણ સમુદ્રની અંદર વધુ વસ્તુઓ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્રમાં જહાજ ડૂબી ગયા પછી, તેના ટુકડા ઘણા કિલોમીટર સુધી ફેલાઈ ગયા હતા. આ જહાજનું વજન 891 ટન હતું. જહાજમાં 650 મુસાફરો હતા, જેમાંથી માત્ર 45 જ બચી શક્યા હતા. એલન એક્સપ્લોરેશનના ફાઉન્ડર કાર્લ એલને 'ફોક્સ ન્યૂઝ ડિજિટલ'ને આપેલા ઈન્ટરવ્યુમાં આ જહાજ અને ખજાના વિશે ઘણી વાતો શેર કરી હતી. કાર્લ એલને કહ્યું કે તેણે અને તેની ટીમે મૂલ્યવાન કલાકૃતિઓને વોકર કે આઈલેન્ડ પાસે જુલાઈ 2020માં શોધવાનું શરૂ કર્યું હતું. આ ટાપુ બહામાસના ઉત્તરમાં સ્થિત છે. આ માટે ઉચ્ચ રેઝ્યુલેશન વાળા મેગ્નોમીટર, જીપીએસ, મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્લ એલન કહે છે કે, તેણે જહાજનો કાટમાળ શોધવા માટે બહામાસની સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. જેથી બહામાસના ઉત્તરીય વિસ્તારો શોધી શકાય. આ વિસ્તાર જહાજના ભંગાણનું હોટસ્પોટ હતું. જ્યારે અહીં શોધખોળ શરૂ થઈ ત્યારે ઘણી અભૂતપૂર્વ વસ્તુઓ સામે આવી

 

(6:30 pm IST)