દેશ-વિદેશ
News of Saturday, 11th June 2022

ડ્રમ વગાડવા માટે શારીરિક-માનસિક સક્રિય થવું બને છે જરૂરી

નવી દિલ્હી  : સંગીત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં પણ ડ્રમ વગાડવાથી સ્ફૂર્તિનો સંચાર થાય છે. ડ્રમને વગાડવા માટે શારીરિક અને માનસિક રીતે સક્રિય રહેવું ખૂબ જ આવશ્યક છે. હાથ અને પગનો તાલમેલ બેસાડવો જરૂરી બને છે. તે ઉપરાંત તેની સાથે મગજને સક્રિય રાખીને બેન્ડ અથવા ઓર્કેસ્ટ્રાના અન્ય સભ્યોની હિલચાલ પર પણ નજર રાખવી પડે છે. કિંગ્સ કોલેજનો તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે ભાવનાત્મક અને વ્યવહાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલાં બાળકો માટે ડ્રમ વગાડવું ફાયદાકારક સાબિત થાય છે. ઓટિઝમથી પીડિત બાળકો માટે તે લાભદાયી છે. ક્લેમ બર્ક ડ્રમિંગ પ્રોજેક્ટ અનુસાર, આવાં બાળકોને ડ્રમિંગ શીખવાડવાથી તેઓ સામાન્ય રીતે પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરી શકે છે. તેઓને જે કામ સોંપાય છે તેને તેઓ વધુ એકાગ્રતા સાથે પૂર્ણ કરવા તૈયાર રહે છે. સાથે જ અન્ય લોકો સાથે બહેતર રીતે સંવાદ કરી શકે છે. પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાઇન્સિઝમાં પ્રકાશિત આ અભ્યાસમાં ડ્રમ વગાડવા દરમિયાન થનારા ન્યૂરોલોજિકલ બદલાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અભ્યાસના મુખ્ય વિજ્ઞાની મેરી કાહાર્ટ અનુસાર, 36 ઓટિસ્ટિક કિશોરોનાં બે ગ્રૂપને વિભાજિત કરાયાં. અભ્યાસના શરૂઆત અને અંતમાં બંને ગ્રૂપના કિશોરોના મગજનો MRI સ્કેન તેમજ ડ્રમિંગની અસરનું આકલન કરાયું. કાહાર્ટ જણાવે છે કે, ડ્રમ વગાડનારા મહત્તમ કિશોરોમાં સકારાત્મક વ્યવહાર સાથેનું પરિવર્તન જોવા મળ્યું. તેઓના મગજમાં પણ આવો બદલાવ જોવા મળ્યો હતો.

 

(6:58 pm IST)