દેશ-વિદેશ
News of Saturday, 9th October 2021

બ્લડ સુગર ધરાવતા દરેક લોકોને નથી હોતું ડાયાબિટીસ

નવી દિલ્હી: ભારતને ડાયાબીટીસનું પાટનગર ગણવામાં આવે છે જે માટે આપણી ખાનપાનની આદતો અને શ્રમના અભાવ જેવા કારણો અને વંશપરંપરાગત રીતે આ રોગ ઉતરતો હોવાનું પણ કહેવાય છે પણ કદાચ આપણે ડાયાબીટીસને ઓળખવામાં ભુલ કરીએ છીએ. ખાસ કરીને 40-50 કે પછી તેની વધુ ઉમરના લોકો ને ડાયાબીટીસ થાય તો તેને ઉમર સાથે થતો રોગ પણ ગણી લઈએ છીએ પણ આપણે હવે એક નવા અભ્યાસમાં જાહેર થયું છે કે આપણે ખૂબ જ ખોટી રીતે કોઈપણ દર્દીને ડાયાબીટીસ પેશન્ટ તરીકેનું લેબલ ફકત એક લેબ રીપોર્ટના આધારે કે હવે હોમ ટેસ્ટ, કીટ આવી છે તેના આધારે ગણી લઈએ છીએ તે મોટી ભુલ છે અને આ કારણે અનેક સીનીયર સીટીઝનને ખોટી રીતે ડાયાબીટીક પેશન્ટનું લેબલ લાગી જાય છે તેની ખાનપાનની આદત બદલી જાય છે તેને આ દર્દની દવા આપવાનું શરુ થઈ જાય અને આ બધું સાઈડ ઈફેકટ પણ લાવે છે. સામાન્ય રીતે આપણે શરીરમાં ડાયાબીટીસની સ્થિતિ છે કે કેમ તે જાણવા જે ગ્લાયકોસિલેટેડ હીમોગ્લોબીન જેને તબીબી લેબની ભાષામાં એચબીએવનસી તરીકે ઓળખવામાં આવે છે તે તમામ દર્દીઓ માટે એક સ્ટાન્ડર્ડ છે. જેના કારણે શરીરમાં સ્યુગર-સર્કરા બ્લડ સુગર તરીકે જેને ઓળખાય છે તેની માત્રાની જાણ થાય છે પણ વાસ્તવમાં ડાયાબીટીસ માટે હવે એજ સ્પેસીફીક ઉપર મુજબના નવા સ્ટાન્ડર્ડ નિશ્ચીત થયા છે જેનાથી ડાયાબીટીક પેશન્ટ ન હોય છતાં પણ તેને આ રોગનો શિકાર ગણીને જે સારવાર કરવામાં આવે છે તેનાથી બચી શકાશે. ડાયાબીટીસના એક ખાસ મેગેઝીનમાં ભારતભરમાં કરવામાં આવેલા સર્વેનું તારણ આપવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ ખરેખર બ્લડ સુગર ધરાવતો ન હોય છતાં પણ ઉમર વધતા જ તેના શરીરમાં એચબીએવનસીનું પ્રમાણ વધતું જાય છે. આથી એ નિશ્ચીત થાય છે કે તમામ એડલ્ટ માટે એક જ સમાન ટેસ્ટ યોગ્ય નથી. લેબોરેટરી જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ અપનાવે છે તે દરેકને લાગું કરી શકાય નહી. મદ્રાસ ડાયાબીટીસ રીસર્ચ ફાઉન્ડેશનના ડો. વી.મોહન કહે છે કે આ પ્રકારના સ્ટાન્ડર્ડ પ્રક્રિયાની બિનજરૂરી રીતે વયસ્ક લોકોને ડાયાબીટીસની ટ્રીટમેન્ટ અપાય છે જેની ગંભીર સાઈડ ઈફેકટ છે.

(7:18 pm IST)