દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

દાઝયાના ડાઘને હીલ કરવામાં વિનેગર કામ કરી શકે

લંડન, તા., ૯: દાઝવાને કારણે ત્વચાની ઉપરનું લેબર પહેલાં ચીમળાઇ જાય છે અને વધુ અગ્નિ હોય તો ત્વચા બળી જાય છે. દાઝેલી ત્વચા ઝડપથી રૂઝાય એ માટે વિનેગર મદદરૂપ થઇ શકે છે. બ્રિટીશ રિસર્ચરોનું કહેવું છે કે ખુબ જ ડાઇલ્યુટ કરેલો એસીટીક એસીડ જેને આપણે વિનેગર તરીકે ઓળખીએ છીએ એ ઇન્ફેકશન અથવા તો બળવાને કારણે થતી ઇન્જરી મોટા ભાગે ઇન્ફેકશન પેદા કરે છે એટલું જ નહી. એ પછી નોર્મલ સ્કિન પાછી આવવામાં પણ ખુબ તકલીફ પડે છે. જે જગ્યાએ દાઝયા હોઇએ ત્યાં ઘા ઉંડો  થઇ જાય અને બ્લડ-પોઇઝનીંગ એટલે કે સેપ્સીસ થઇ જાય ત્યારે એ પ્રાણઘાતક પણ નીવડી શકે છે. આવા સમયેે એન્ટી બાયોટીક મલમ બહુ ધીમી અસર કરે છે. બ્રિટનના બર્મિગહેમમાં આવેલી કવીન એલીઝાબેથ હોસ્પીટલના રિસર્ચરોનું કહેવું છે કે ખુબ હળવી માત્રામાં એસીટીક એસીડ ઘા પર લગાવવામાં આવે તો એનાથી દાઝયાના ઘામાં પેદા થયેલા બેકટેરીયા ઝડપથી મરે છે. (૪.૧૧)

(4:47 pm IST)