દેશ-વિદેશ
News of Monday, 8th August 2022

મ્‍યુઝિક વિડીયો શૂટ કરી રહેલી ક્રુની આઠ મહિલાઓ સાથે ગેંગરેપ

શેમ ઓફ ધ નેશન

કેપ ટાઉન, તા. ૮ : સાઉથ આફ્રિકામાં એક સાથે આઠ મહિલાઓ પર ગેંગરેપની ઘટના બાદ આખા દેશમાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટનાને શેમ ઓફ ધ નેશન નામ આપવામાં આવ્‍યુ છે.મળતી વિગતો પ્રમાણે એક ગેંગ દ્વારા ગયા સપ્તાહે જોહાનિસબર્ગની નજીક આવેલા ગક્રુગર્સ ડોર્પ શહેરમાં એક માઈન નજીક ચાલી રહેલા વિડિયો શૂટિંગ પર હુમલો કરાયો હતો.

આ શૂટિંગમાં સામેલ આઠ મહિલાઓ સાથે આ ગેંગ દ્વારા રેપ કરવામાં આવ્‍યો હતો.એ પછી આખા દેશમાં દેખાવો થઈ રહ્યા છે.રેપ માટે આ વિસ્‍તારની માઈન્‍સમાં કામ કરતા ગેરકાયદેસર ઘૂસણખોરોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.

દેશમાં જે પ્રકારે દેખાવો થઈ રહ્યા છે તે પછી પોલીસ એક્‍શનમાં આવી છે.પોલીસે અત્‍યાર સુધીમાં ૮૪ લોકોની ધરપકડ કરી છે.પોલીસ એન્‍કાઉન્‍ટરમાં બે લોકો માર્યા ગયા છે અને એક ઘાયલ થયો છે.

(10:40 am IST)