દેશ-વિદેશ
News of Saturday, 7th November 2020

અફઘાનિસ્તાનમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ એર સ્ટ્રાઈકમાં 29 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: તાલિબાનના આતંકીઓ સામે અફઘાનિસ્તાન સરકારે બહુ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ અલગ અલગ જગ્યાએ કરેલી એર સ્ટ્રાઈકમાં 29 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, આ એર સ્ટ્રાઈકમાં તાલીબાનનો એક ટોચનો આતંકી પણ માર્યો ગયો છે.અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે એક હુમલો અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં કરવામાં આવ્યો હતો.જ્યાં 10 આતંકીઓના મોત થયા હતા.જેમાં તાલિબાનનો એક જાસૂસી અધિકારી પણ માર્યો ગયો છે.

          બીજી એર સ્ટ્રાઈક કુંડુઝ પ્રાંતમાં કરવામાં આવી હતી.જ્યાં 12 આતંકીઓ માર્યા ગયા છે અને 6 ઘાયલ થયા છે.અહીંયા મોટીસંખ્યામાં હથિયારો અને દારુગોળાના જથ્થો પણ નષ્ટ થઈ ગયો છે.આ સિવાય જાબુલ નામના પ્રાંતમાં કરાયેલા હવાઈ હુમલામાં સાત આતંકીઓને ઢાળી દેવાયા છે. ફ્રાંસે માલીમાં કરેલા હુમલામાં 50 આતંકીઓ માર્યા ગયા હતા અને એ બાદ આતંકવાદીઓ પરનો આ સૌથી મોટો હુમલો છે.

 

(5:15 pm IST)