દેશ-વિદેશ
News of Monday, 6th February 2023

તુર્કીમાં 12 કલાકમાં બે ભૂકંપના ઝટકાથી મ્રુતકઆંક વધીને 1300એ પહોંચ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: તુર્કીયેમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કેઈ અને સીરિયામાં આજે 12 કલાકની અંતર બીજો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારતીય સમય મુજબ 4.00 વાગે ભૂકંપનો બીજો ઝટકો આવતા અફરાતફરી સર્જાઈ છે. બીજા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.6 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર એલ્બિસ્તાન હોવાના અહેવાલો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોનો મોત થયા છે. તુર્કેઈ અને સીરિયામાં અગાઉ 7.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ફરી 7.6નો ભૂકંપનો આંચકો આવતા ભારે જાનહાની સર્જાઈ છે. ભૂકંપના કારણે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. ભૂકંપના કારણે તુર્કીયેમાં અનકે ઈમારતો ધરાશાઈ થયી છે. સતત બીજો ભૂકંપ આવવાના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે તુર્કીયેમાં સવારે પણ 7.8નો જોરદાર ભૂકંપ આવ્યો હતો. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી રહી છે. અહેવાલો પરથી ઈઝરાઈલ અને લેબનાનમાં પણ  મોતના આંકડા સામે આવવાની સંભાવના છે. 

(7:47 pm IST)